અમને ક્રેડિટ સ્કોર 5 અવાર-નવાર પૂછાતા પ્રશ્નોનાં જવાબ આપવા દો !
ત્રણ આંકડા જેમાં તમારી દુનિયા પર પ્રભાવ પાડવાની તાકાત છે: તમારો ક્રેડિટ સ્કોર. જેટલો સ્કોર ઊંચો તેટલા તમારા કેટલાક સ્વપનાઓ સાચા બનવાના ચાન્સ ઉત્તમ. તમને માત્ર લોનની સરળ એક્સેસ જ નહીં હોય પરંતુ તમને નીચા વ્યાજ દરની ઓફર પણ કરવામાં આવશે, તેનો અર્થ એ થયો કે લોન લેવી તે તમારા માટે એકંદરે ઓછી ખર્ચાળ બનશે અને તમે આજીવન સારી એવી રકમ બચાવી શકશો. અને જ્યારે કઈક તમારા જીવન પર પ્રભાવ આટલો બધો પાડતું હોય ત્યારે તમને નથી લાગતું કે તેનાથી પરિચિત થવું જોઈએ? દુખની વાત એ છે કે લાખો ભારતીયો આંખો બંધ કરીને તેમના પૈસા તરફ એક એપ્રોચ લઈ રહ્યા છે. દરેકે દરેક ઈચ્છે છે કે તેમની નાણાકીય બાબતો બરાબર રીતે ગોઠવાયેલી હોય, પરંતુ માત્ર થોડાક લોકો જ એક સારો ક્રેડિટ હિસ્ટ્રી જાળવવાનું વલણ ધરાવે છે.
અમે અહી ક્રેડિટ સ્કોર વિષે 5 અગત્યના અને પાયાના પ્રશ્નોની સૂચિ તમારી શરૂઆત માટે લખી આપીએ છીએ:
- ક્રેડિટ રિપોર્ટ શું છે ?
આ પ્રશ્નનો ટૂંકો જવાબ છે : ઘણું બધુ ! એક વિશીષ્ટ ક્રેડિટ રિપોર્ટ, અંગત ઓળખ આપતી માહિતી સમાવશે. ક્રેડિટ એકાઉન્ટની સૂચિ (ક્રેડિટ લિમિટની મર્યાદા સહિત) , ખાતાનો પ્રકાર, (ક્રેડિટ કાર્ડ, હોમ લોન, ઓટો લોન વિગેરે) અને આ બધા પરનો તમારો ચૂકવાણાનો ઇતિહાસ. ચાર મુખ્ય ક્રેડિટ રિપોર્ટિંગ બ્યૂરોના દરેક બ્યૂરો, જેવા કે બેન્ક, NBFC વિગેરે સ્રોતોમાંથી ડેટાનું સંકલન કરે છે જે તમને શાખ પૂરી પાડે છે. આ બધા ડેટાઓને આધારે, આ બધા ક્રેડિટ બ્યૂરોઝ તમારી શાખ યોગ્યતા પ્રતિબિંબિત કરવા એક ક્રેડિટ સ્કોર ગણી કાઢે છે. દરેક ક્રેડિટ રિપોર્ટિંગ બ્યૂરો એક સ્કોર પૂરો પડે છે, તમારી પાસે ઓછામાં ઓછા 4 સ્કોર તો હોવા જ જોઈએ. ચાર કંપનીઓમાં તમારા ક્રેડિટ હિસ્ટ્રીના ટુકડાઓ થોડોક તફાવત દર્શાવતા હશે. છતાં, તમારા ક્રેડિટ હિસ્ટ્રીનું વિસ્તૃત ચિત્ર સાબંધિક રીતે સાતત્યપૂર્ણ હોવું જોઈએ.
- તમારા ક્રેડિટ સ્કોર પર કયા પ્રકારની માહિતી પ્રભાવ પાડી શકે છે?
સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળો જે તમારા ક્રેયાદિત સ્કોરને અસર કરેછે તે છે તમારી લોનની પરતચુકવણી અને કેટલા સમયસર તમે EMI (માસિક હપ્તા) અને કાર્ડ ડ્યુઝ ચૂકવો છો. જો તમે તમારું દેવું ચૂકવવામાં એક મહિનો મોડા પડો તો તમારો ક્રેડિટ સ્કોર થોડા પોઈન્ટ નીચે જશે.
બીજું આગળનું પગથિયું છે ક્રેડિટ ઇન્કવાઈરીઓ. તે તમારા ક્રેડિટ સ્કોર પર અસર કરી શકે છે. ક્રેડિટ ઇન્કવાઈરીઓ બે પ્રકારી હોય છે, સોફ્ટ અને હાર્ડ. સોફ્ટ ઇન્કવાઈરીઓ, જે તમારો પોતાનો સ્કોર ચેક કરવા તમે જાતે કરી શકો છો જે તમારા ક્રેડિટ સ્કોર માટે નુકશાનરહિત છે પરંતુ હાર્ડ ઇન્કવાઈરીઓ જે તમે લોનની અરજી કરો ત્યારે ઘણી વખત ધીરનાર દ્વારા કરવામાં આવે છે તે તમે અંતે લોન ન લો તો પણ તમારા ક્રેડિટ સ્કોરને નીચેના સ્તરે લાવી શકે છે.
નવો ક્રેડીટ એકાઉન્ટ ખોલ્વો કે નવી લોનો લેવી પણ ક્રેડિટ સ્કીરને અસર કરે છે પરંતુ તે નિયમિત અને સમયસરના ચુકવણા દ્વારા ઠીક થઈ શકે છે. નાણા ધિરનારાઓ ધિરાણ લેનારની શાખપાત્રતાનુ તેમની વિવેકાધિન મુલ્યાંકન કરે છે. તેઓને ગમે તેવા સ્કોરનો ઉપયોગ કરે છે અને એક માપક કે જે તેમને માટે વિશિષ્ટ હોય છે તેની પર સ્કોરને માપે છે. એ પણ શકય છે કે તેઓ તમારા ક્રેડીટ સ્કોરને ધ્યાનમાં ન પણ લે ફકત ક્રેડીટ રીપોર્ટના કન્ટેન્ટને ધ્યાનમાં લે.
- જો તમારો સ્કોર 700 થી નીચો હોય તો શુ?
તમારો ક્રેડીટ સ્કોર વાર્ષિક ધોરણે ચેક કરો, આશ્ચર્ય નિવારવા માટે તો ચેક ઓછામાં ઓછુ કરો જ, CRIF ખાતે તમે ઓછામાં ઓછો એક ફ્રી ક્રેડીટ રીપોર્ટ દર વર્ષે મેળવવા હક્કદાર છો અને ના, જો તમે આ કરશો તો તમારા ક્રેડિટ સ્કોરને કોઈ ઝટકો નહીં લાગે તમારા ક્રેડીટ રીપોર્ટને આ એક “સોફટ” ઈન્કવાયરી ગણવામાં આવે છે.
જો તમારો ક્રેડીટ સ્કોર 700 થી નીચો હોય તો તમારે ક્રેડીટ રીપોર્ટમાં ઉંડે સુધી જવુ જોઈએ અને નીચા ક્રેડીટ સ્કોરના કારણો શોધી કાઢવા જોઈએ. તમારા ક્રેડીટ કાર્ડ બેલેન્સ અને યુટીલાઈઝેશન રેશીયો સામે જુઓ. જેટલી તમે તમારી વધુમાં વધુ લીમીટને અડકશો, તેટલો તે તમારા સ્કોરને નીચો કરશે. તેથી તમે જે ચુકવી શકો . તેવા બેલેન્સ ચુકવી દો. તમે જે વ્યવહાર કર્યો ન હોય તેવી ભુલ- ચુક / માહીતી ચેક કરો, આવા કિસ્સામાં તમારે તુરત જ ક્રેડીટ બ્યુરો કે બેન્કોના રિપોર્ટ કરવો જોઈએ. જેથી તમારી માહીતી અપડેટ થાય.
લાંબા ક્રેડીટ હીસ્ટ્રી સાથેના તમારા ક્રેડીટ કાર્ડ એકાએક બંધ કરવા તે તમારા ક્રેડીટ સ્કોરને નકારાત્મક રીતે અસર કરી શકે છે. કેટલો લાંબા સમય માટે તમે ધિરાણ લો છો તે તમાર સ્કોરને અસર કરે છે. જેટલું લાંબુ તેટલું સારું.
- ખરાબ ક્રેડીટ સ્કોર કેટલો સમય ચાલે છે?
દેણાનો એક સીમીત ગાળો હોય છે અને એ રીતે નકારાત્મક માહીતીને પણ, જે તમારા ક્રેડીટ રીપોર્ટમાં દેખાય છે. બધી ક્રેડીટ માહીતીની નકારાત્મક માહીતી 7 વર્ષ પછી ઘણી વખત ક્રેડીટ સ્કોર માટે ઓછા મુલ્યની બનવા માંડે છે. તમારા બધા પેમેન્ટસ અને ક્રેડીટ એકટીવીટીઝ તમારી ક્રેડીટ બીહેવીયરની સ્થિરતા દર્શાવવા માટે સમયસરની અને નિયમિત હોય તેની ચોક્કસાઈ રાખો અને જે અંતે તમારો ક્રેડીટ સ્કોર સારી બાજુએ ધકેલે.
- તમારો ક્રેડીટ રીપોર્ટ કોણ જુએ છે ?
તમારો ક્રેડીટ રીપોર્ટ આમજનતાને પ્રાપ્ય નથી અને તમારી મંજુરીથી એકસેસ થઈ શકે છે. જયારે તમે લોન અને ક્રેડીટ કાર્ડ માટે અરજી કરો ત્યારે તમને તમારી શાખાપાત્રતા અને સંભવત: શકિત તથા ધિરાણની રકમ પરત ચુલવણાનુ સામર્થ્ય નક્કી કરવા માહીતીની તપાસ કરવાની જરૂર પડે છે.
અમે તમને ક્રેડિટ સ્કોરના મુળતત્વો સમજાવ્યા તેથી હવે જરા પણ રાહ ન જુઓ, આ પગલાને અનુસરો અને સારી ક્રેડીટ હિસ્ટ્રી બનાવવા શરૂઆત કરો!